![]() |
|
The Simple Present Tense ( સાદો વર્તમાનકાળ )
- Definition (વ્યાખ્યા)
- Uses (ઉપયોગો)
- Rules (ઉનયમો)
- Sentence Structure (વાક્ય રચના)
- Identifying Words (ઓળદર્શક શબ્દો)
- Examples (ઉદાહરણો)
- Blanks for Exercise (ખાલી જગ્યાઓ)
Read the following Examples :
- Mohini sings a sweet song daily in the morning.
- My mother always gets up very early in the morning.
- I do not brush my teeth regularly.
- Sachin and Virat play cricket every Sunday in the evening.
- The Sun rises in the east and sets in the west.
- How much milk does your father buy every evening?
Use of the Simple Present Tense:
- Getting up early
- Brush the teeth
- Drink a tea
- Rising Sun
- Read a newspaper
- Go to school
Uses of The Simple Present Tense :
1. રોજિંદી કે નિયમિત થતી ક્રિયાઓ (Regular actions)
2. ટેવરૂપે થતી ક્રિયાઓ (Habitual actions)
3. સનાતન સત્ય ક્રિયાઓ (Universal truth)
4. ગણિતના નિયમો કે વિજ્ઞાનના સિદ્ધાંતો
(Mathematical or scientific rule)
5. કહેવતો (Proverbs or sayings)
The Simple Present Tense.
1. સાદા વર્તમાનકાળના હકાર વાકયમાં ક્રિયાપદના મૂળરૂપ (Verb-1) નો ઉપયોગ થાય છે.
2. જો હકાર વાક્ય રચમાં કર્તા તરીકે ત્રીજો પુરૂષ એકવચનના સર્વનામો જેવાં કે - He, She કે It હોય અથવા પુરૂષવાચક નામ (Masculine) કે સ્ત્રીવાચક નામ (Feminine) આપેલું હોય તો ક્રિયાપદને અંતે ‘s’ કે ‘es’ પ્રત્યય લગાડવામાં આવે છે.
For Example,
1. I watch a TV serial every night.
2. Shreya reads a newspaper daily in the morning.
Pronoun (સર્વનામ)
- First Person (પ્રથમ પુરૂષ) I, We
- Second Person (બીજો પુરૂષ) You
- Third Person (ત્રીજો પુરૂષ) He, She, It, They.
સાદા વર્તમાનકાળના ‘to go’ ના રૂપો
Singular (એકવચન)
For Example,
- I go
- You go
- He goes
- She goes
- It goes
Plural (બહુવચન)
For Example,
- We go
- You go
- They go
- સાદા વતમાનકાળના ઓળખસૂચક શબ્દો:
1. Always (હંમેશા)
2. Everyday (દરરોજ)
3. Daily (દરરોજ)
4. OFten (વારંવાર)
5. Regularly (નિયમિત રીતે)
6. Usually (સામાન્ય રીતે)
7. Occasionally (પ્રસંગોપાત)
8. Never (કદી નહિ)
9. Sometimes (ક્યારેક)
10. Generally (સામાન્ય રીતે)
સાદા વર્તમાનકાળની હકાર વાક્યરચનાઃ
➡️ સૂત્ર :- કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ (V-1) / ક્રિયાપદને અંતે ‘s’ કે ‘es’ વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દો.
ટૂંકમાં, S + V1 + O
➡️ સાદા વર્તમાનકાળના હકાર વાક્યમાં જો કર્તા તરીકે - We, You કે They જેવાં સર્વનામો કે કોઈપણ બહુવચન નામ આવેલું હોય તો કોઈપણ પ્રત્યય વગરનું ક્રિયાપદના મૂળરૂપ (V-1) નો ઉપયોગ થાય છે.
➡️ જો હકારવાકયમાં કર્તા તરીકે ત્રીજો પુરૂષ એકવચનના સર્વનામો જેવાં કે, He, She કે It હોય અથવા પુરૂષવાચક નામ (Masculine) કે સ્ત્રીવાચક નામ (Feminine) આપેલું હોય તો ક્રિયાપદને અંતે 's' કે 'es' પ્રત્યય લગાડવામાં આવે છે.
રોજિંદી કે નિયમિત થતી ક્રિયાઓ:
1. I go to school daily.
2. My parents go to temple every morning.
3. Sunil plays cricket every day.
4. Kamini brushes her teeth every morning.
5. He reads stories every night.
6. She goes to temple regularly.
ટેવરૂપે થતી ક્રિયાઓ:
1. I drink milk every morning.
2. Sachin gets up early in the morning.
3. My brother always drives the car slowly.
કહેવતો (Proverbs):
1. Time and tide wait for none.
2. Truth alone triumphs.
સનાતન સત્ય ક્રિયાઓ:
1. The Sun rises in the east.
2. The earth moves round the Sun.
ગણિત/વિજ્ઞાનના નિયમો:
1. Water boils at 100° temperature.
2. Three and four make seven.
ક્રિયાપદને અંતે ‘s’ કે ‘es’ લગાડવા માટેના નિયમો:
1. સામાન્ય રીતે ક્રિયાપદને અંતે ‘s’ પ્રત્યય લગાડવામાં આવે છે.
For Example,
- Play - plays
- give - gives
- eat - eats
- read - reads
- write - writes
2. જો ક્રિયાપદને અંતે (છેલ્લો અક્ષર) 's', 'ss', 'sh', 'ch', 'o', 'x', 'zz' હોય તો તેને અંતે ‘es' પ્રત્યય લગાડવામાં આવે છે.
For Example,
- pass - passes
- brush - brushes
- teach - teaches
- go - goes
- mix - mixes
- buzz - buzzes
૩. જો ક્રિયાપદને અંતે (છેલ્લો અક્ષર) ‘y’ હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન (consonant) હોય તો ‘y’ નો ‘i’ કરી તેને અંતે ‘ies’ પ્રત્યય લાગે છે.
For Example,
- Fly - Flies
- cry - cries
- try - tries
- dry - dries
હકાર વાક્ય રચના:
1. I always speak English. (to speak)
2. Nayan often watches T.V. (to watch)
3. We never drink tea. (to drink)
4. Sometimes I read stories. (to read)
5. Generally they get up early in the morning. (to get up)
6. Jagruti goes for English classes every day. (to go)
7. Sonal visits her friend's house occasionally. (to visit)
8. Rakesh watches movie every Sunday. (to watch)
9. Our teacher often comes late in the classroom. (to come)
10. My mother always cooks good food for me. (to cook)
નકાર વાક્ય રચના:
- સાદા વર્તમાનકાળના નકાર વાક્યમાં સહાયકારી ક્રિયાપદ (Helping Verb) તરીકે,
‘do' અથવા ‘does' નો ઉપયોગ થાય છે.
- ‘do' અથવા ‘does' પછી નકાર અર્થ દર્શાવવા માટે ‘not’ નો ઉપયોગ થાય છે. સાદા વર્તમાનકાળના નકાર વાકયમાં કોઈપણ કર્તા સાથે ક્રિયાપદનું મૂળરૂપ (Verb-1) વપરાય છે.
Do + not નું ટૂંકુરૂપ ‘don't’ થાય છે.
અને Does + not નું ટૂંકુરૂપ ‘doesn’t થાય છે.
સાદા વર્તમાનકાળની નકાર વાકચરચના:
કર્તા + do/does + not + ક્રિયાપદનું મૂળરૂપ(V1) + કર્મ + અન્ય શબ્દો.
ટૂંકમાં, S + Do/Does not + V1 + O
For Example,
1. I do not know English.
2. Radha does not live in Surendranagar.
3. They do not play cricket every Sunday.
4. She does not play tennis every day.
5. He doesn't eat potatoes daily.
6. My sister and I do not read newspaper daily. (to read)
7. Rajesh does not watch English movie regularly. (to watch)
8. They don't play cricket every Sunday. (do + play)
9.She doesn't cook a good food for her parents daily. (do + cook)
➡️ Interrogative Sentences
- Questions starting with Helping Verbs
- Wh-questions
સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થ વાક્યરચના:
સાદા વર્તમાનકાળના પ્રશ્નાર્થ વાક્યમાં પણ સહાયકારી ક્રિયાપદ (Helping Verb) તરીકે ‘do’ અથવા ‘does’ નો ઉપયોગ થાય છે.
‘Do' અથવા 'Does' પછી કર્તા આવે છે.
સાદા વર્તમાનકાળના પ્રશ્નાર્થ વાકચમાં કોઈપણ કર્તા સાથે ક્રિયાપદનું મૂળરૂપ (Verb -1) વપરાય છે.
Do/Does થી શરૂ થતા પ્રશ્નોની વાક્યરચના:
Do/Does + કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ(V1) + કર્મ + અન્ય શબ્દો +?
ટૂંકમાં, Do/Does + S + V1 + O?
For Example,
1. Do they sing songs?
2. Does she help her mother?
3. Does Mohan read newspaper every day?
4. Do I play hockey every Sunday?
5. Do they drink tea every morning?
6. Does Neha read stories every night?
7. Does your teacher speak English every day?
➡️ Wh-word થી શરૂ થતા પ્રશ્નોની વાકયરચનાઃ
- જે પ્રશ્નાર્થ વાકયની શરૂઆત નીચે મુજબના wh-word થી થતી હોય તેને Wh-questions કહે છે.
Who - કોણ
What - શું
Why - કેમ, શું કામ, શા માટે
When - ક્યારે
Where - ક્યાં
Which - કયું
Whom - કોને
Whose - કોનું
How - કઈ રીતે
How many - કેટલાં
How much - કેટલું
How long - કેટલું લાંબુ
How far - કેટલું દૂર
How often - કેટલીવાર
Since when - ક્યારથી
Until when - ક્યાં સુધી
With whom - કોની સાથે
ટૂંકમાં, Wh-Word + do/does + S + V1 + O?
➡️ To do ના રૂપો:
- Simple Present - do/does
- Simple Past. - did
- I, We, You, They - do/did
- He, She, It. - does/did
For Exmaple,
1. When does your mother get up?
2. Where do you live in Rajkot?
3. When do you play cricket?
4. What do you make for your mother every night?
5. Which colour do you like?
6. How many vegetables do you buy every day?
7. How much milk do you drink every morning?
Fill in the blank:
1. Who goes to school in the morning? (to go)
2. Does Aarti sing songs? (to sing)
3. Jay does not read his books. (to read)
4. Does the small boy usually cry loudly? (to cry)
5. My grandmother tells us a story every night. (to tell)
6. When does she go to school daily? (to go)
7. What does your mother make every day? (to make)
8. Jayesh sir teaches us English grammar. (to teach)
9. He does his work himself. (to do)
10. I do not do my work carefully. (to do)
11. Sunita does not have money in her pocket. (to have)
12. They do not have new clothes. (to have)
13. Does she have a new book? (to have)
14. How do you do? (to do)
Remember (યાદ રાખો)
Rule-1
જો કર્તા તરીકે ત્રીજા પુરૂષ એકવચનના સર્વનામો જેવાં કે, He, She કે It હોય અથવા કોઈ એકવચન નામ હોય તો ક્રિયાપદને અંતે ‘s' કે ‘es' પ્રત્યય લાગે છે.
Rule-2
જો કર્તા તરીકે I, We, You કે They અથવા કોઈપણ બહુવચન નામ હોય તો ક્રિયાપદને અંતે કોઈ પ્રત્યય લાગતો નથી એટલે કે ‘to’ વગરનું મૂળરૂપ વપરાય છે.
Rule-3
નકાર વાકય અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારી ક્રિયાપદ તરીકે ‘to do’ના રૂપો ‘do’ કે ‘does' વપરાય છે.
I, We, You કે They હોય તો ‘do’ અને ત્રીજા પુરૂષ એકવચનના સર્વનામો He, She, It કે કોઈપણ એવચન નામ હોય તો ‘does' વપરાય છે.
Sentence Structure
S - Subject, V - Verb, O - Object
હકાર વાક્ય
➡️ કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ(V1)/'s’ કે ‘es' + કર્મ + અન્ય શબ્દો. (જો કર્તા ત્રી.પુ.એ. હોય તો જ 's’ કે ‘es' લાગે)
I eat pizza.
S + V1 + O
નકાર વાક્ય
➡️ કર્તા + do/does + not + ક્રિયાપદનું મૂળરૂપ(V1) + કર્મ + અન્ય શબ્દો.
I do not eat pizza.
S + Do/Does not + V1 + O
પ્રશ્ર્નાર્થ વાક્ય
Do/Does વાળા પ્રશ્ર્નો:
➡️ Do/Does + કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ(V1) + કર્મ + અન્ય શબ્દો +?
Do I eat pizza?
Do/Does + S + V1 + O?
Wh - વાળા પ્રશ્ર્નો:
➡️ Wh-Word + do/does + કર્તા + ક્રિયાપદનું મૂળરૂપ(V1) + કર્મ + અન્ય શબ્દો +?
What do you eat?
Wh-Word + do/does + S + V1 + O?
0 Comments