Ticker

6/recent/ticker-posts

ગુજરાતીમાં શબ્દસમૂહ માટે એક શબ્દ : A word for a set of words in Gujarati


ગુજરાતીમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ
A word for a set of words in Gujarati 


 શબ્દસમૂહ માટે એક શબ્દ

Gkbyishak.blogspot.com

- એક જ બાબતને વ્યક્ત કરવા વધુ શબ્દોનો ઉપયોગ કરવા કરતાં તેને ઓછા શબ્દોમાં કે એક જ શબ્દમાં કહેવાનો આપણે પસંદ કરીએ છીએ. આમ, ભાષામાં કેટલાંક શબ્દસમૂહ માટે એક જ શબ્દનો ઉપયોગ થાય છે. તેનાથી ભાષા સઘન, લાઘવયુક્ત રસપ્રદ અને અસરકારક બને છે.

- તો ચાલો, અહીં  શબ્દસમૂહ માટે એક શબ્દનો અભ્યાસ કરી, આપણી ભાષાસમૃદ્ધિને સઘન બનાવીએ.



  • અણીના વખતે :- તાકડે
  • અમર લોકોનું નગર :- અમરાપુરી
  • અમુક માણસો કે સંસ્થા વતી નિયુક્ત માણસ :- પ્રતિનિધિ
  • અમુક વસ્તુ જોવા-જાણવાની ઉત્કંઠા :- કુતૂહલ (જિજ્ઞાસા) 
  • અમૃત જેવી મીઠી નજર :- અમીદષ્ટિ
  • અવાજની સૃષ્ટિ :- ધ્વન્યાલોક
  • અંગૂઠા પાસેની આંગળી :- તર્જની
  • આનંદ આપનાર :- નર્મદા
  • આકાશમાં સાત રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય :- મેઘધનુષ 
  • આકાશી નક્ષત્રો, ગ્રહો, સૂર્ય-ચંદ્રની સ્થિતિ પરથી ભાવી ઘટનાઓ વિશે અનુમાન કરનારો :- જ્યોતિષી
  • આખા દેશ માટેની ભાષા :- રાષ્ટ્રભાષા
  • આત્માનું તેજ :- આત્મકણી, આત્મતેજ
  • આદર સાથે :- સદર
  • આદિથી તે અંત સુધી :- સાધંત
  • આપબળે વિકાસ સાધનાર :- પુરુષાર્થી, સ્વાવલંબી 
  • આરોપ મૂક્યા બાબતનું લખાણ :- તહોમતનામું
  • આહાર બંધ કરવો તે :- અનશન
  • આંખ આગળ ખડું થઇ જાય તેવું :- તાદ્શ
  • આંખથી સાંભળનાર :- ચક્ષુઃશ્રવા 
  • એકની એક વાત વારંવાર કરવી તે :- પિષ્ટપેષણ
  • એકબીજાના સ્નેહથી પ્રેરાઈને કરેલું લગ્ન :- સ્નેહલગ્ન
  • એકબીજામાં પરોવાયેલું :- તલ્લીન


  • ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર :- વજ્ર
  • ઇન્દ્રપ્રસ્થનગરના વાસીઓ :- ઇન્દ્રપ્રસ્થજનો
  • ઈન્દ્રિયો વડે ન અનુભવી શકાય તેવું :- અતીંદ્રિય
  • ઈશ્વરમાં નહીં માનનાર :- નાસ્તિક
  • ઈશ્વર છે એમ માનનાર :- આસ્તિક


  • ઉપકાર ઉપર અપકાર કરનાર :- કૃતઘ્ન
  • ઉનાળાની સખત ગરમ હવા :- લૂ
  • ઊંઘ્યા કરવાની ટેવવાળું :- ઊંઘણશી
  • ઊંડે ઊંડે રહેતો અફસોસ :- વસવસો


  • કદી ખૂટે નહિ તે :- અખૂટ
  • કન્યા વરને જાતે પસંદ કરે તે માટેનું સંમેલન :- સ્વયંવર
  • કમળની વેલ :- મૃણાલિની
  • કરૂણ અવાજ :- આર્તનાદ
  • કરિયાણું વેચનાર વેપારી :- મોદી
  • કરેલા ઉપકાર ભુલી જનાર :- કૃતઘ્ની
  • કરેલા ઉપકારને જાણનાર :- કૃતજ્ઞ
  • કલાનું સર્જન કરનાર :- કલાકાર 
  • કશુંક પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા :- લગન
  • કાગળ ન ઊડી જાય એ માટે દબાવી રાખવાનું સાધન :- કાગળ-દાણિયું
  • કુટુંબ કે વતનનો સ્થાન-ત્યાગ કરવો એ :- હિજરત
  • કુળમાં પુંજાતી દેવી :- કુળદેવી
  • કુરાનના વાક્યો :- આયાત
  • કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન :- કોસ
  • કેડ સુધી આવે તેવું કસોવાળું પહેરણ :- કડિયું
  • કોઈ અંગની ખોડવાળું :- અપંગ
  • કોઇ પવિત્ર કે યાત્રાની જગા :- તીર્થ
  • કોઈનું દુ:ખ જોઈ દિલમાં થતી લાગણી :- દિલસોજી
  • કોઈને બોલાવવા માટે વપરાતો શબ્દ :- સંબોધન 
  • કોઈનો જીવ લે એવું :- ગોઝારું

  • ખરાબ રીતે જાણીતો :- નામચીન
  • ખૂટે નહિ તેવું :- અખૂટ 
  • ખૂબ જ હરખઘેલાં :- હરખપદૂડાં
  • ખૂબ સંકુચિત દૃષ્ટિવાળું :- કૂપમંડક
  • ખેતર કે ગામની હદ :- સીમ
  • ખોટી (માથાકૂટવાળી) સેવાચાકરી :- આળપંપાળ

  • ગંગા નદીનું પવિત્ર જળ  :- ગંગોદક
  • ગાયોનું મોટું ટોળું :- ધણ
  • ગાયોને ચાલવાથી ઊડતી રજ :- ગોરજ
  • ગુલાબ રાખવાની દાની :- ગુલાબદાની


  • ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની :- થૂલી
  • ઘરની બાજુની દિવાલ :- કરો
  • ઘરનો સરસામાન :- અસબાબ
  • ઘરમાં રહીને કરાવાતો ધંધો :- ઘરધંધો
  • ઘરમાં રહેતો જમાઈ :- ઘરજમાઇ
  • ઘાસ વગેરે એકઠાં કરી બાંધેલો જથ્થો :- ભારો
  • ઘી પીરસવા માટેનું વાસણ :- વાઢી
  • ઘોડા ઉપર સવારી કરનાર :- ઘોડેસવાર
  • ઘોડાની પીઠ પર નાખવાનો સામાન :- પલાણ
  • ઘોડાને બાંધવાની જગ્યા :- તબેલો, ઘોડાર


  • ચમકની છાંટવાળો આરસપહાણ :- સંગેમરમર
  • ચર્ચાવિચારણાને અંતે મેળવેલો નિર્ણય :- સિદ્ધાંત
  • ચ્યવન ઋષિએ બનાવેલું પ્રાશ :- ચ્યવનપ્રાશ
  • ચંદ્ર જેવા મુખવાળી :- શશીવદની
  • ચાર પાયાવાળું એક આસન :- બાજઠ 
  • ચારશેરનાં વજન જેટલું જૂનું માપ :- ચારશેરી
  • ચાલવાનો અવાજ :- પગરવ
  • ચિત્તને આકર્ષે તેવું :- ચિત્તાકર્ષક
  • ચોરાશી લાખ જન્મના ફેરા :- લખચોરાશી
  • ચૌદ પાતાળમાંનું પાંચમું પાતાળ :- રસાતલ


  • છાપરાનો છેડાવાળો ભાગ :- નેવું
  • છાત્રને રહેવા માટેનું આલય :- છાત્રાલય
  • છોડી દેવા યોગ્ય :- ત્યાજ્ય
  • છાતીમાં ભરાતી લાગણીનો આવેશ :- ડૂમો


  • જગતનું નિયંત્રણ કરનાર :- જગતનિયતા
  • જગત માટે જેને પ્રેમ છે તે :- જગપ્રેમી
  • જળ ઉપર (વહાણ) બેસીને જવાનો માર્ગ :- જળમાર્ગ
  • જન્મથી જ પૈસાદાર :- ગર્ભશ્રીમંત
  • જાણવાની ઈચ્છાવાળું :- જીજ્ઞાસુ
  • જીર્ણ થયેલાને સમરાવવું તે :- જીર્ણોદ્વાર
  • જીત સૂચવનારું ગીત :- જયગીત
  • જીવન બનાવતી વિદ્યા :- જીવનવિદ્યા
  • જીવન પર્યન્ત :- આજીવન
  • જુદા પડવું તે :- વિજોગ
  • જે વશમાં નથી તે :- વિવશ
  • જેણે આત્માને ઓળખ્યો છે તે :- આત્મજ્ઞાની
  • જેના અનેક રંગ છે તે :- અનેકરંગી
  • જેનાં લગ્ન નથી થયાં કે સગાઈ પણ ન થઈ હોય તેવો (પુરુષ કે સ્ત્રી) :- વાંઢું (પુરુષ : વાંઢો, સ્ત્રી : વાંઢી)
  • જેનાં સ્પર્શમાત્રથી લોઢાનું સોનામાં રૂપાંતર થાય તે :- પારસમણિ
  • જેની કોઇ સીમા નથી તે :- અસીમ
  • જેની પત્ની પરદેશ જઈ વસેલી હોય તેવો પુરુષ :- પ્રોષિતપત્નીક
  • જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ :- વિધુર
  • જેની પત્ની હયાત હોય તેવો પુરુષ :- સધુર 
  • જેની બુદ્ધિ સ્થિર છે તે :- સ્થિતપ્રજ્ઞ
  • જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું :- અણમોલ
  • જેને ઉપમા ન આપી શકાય એવું :- અનુપમ
  • જેને કોઈ શત્રુ નથી તે :- અજાતશત્રુ
  • જેનો કશો આધાર ન હોય તે :- નિરાધાર 
  • જેનો પતિ પરદેશ જઈ વસેલો હોય તેવી સ્ત્રી :- પ્રોષિતભર્તૃકા, પ્રોષિતપતિકા
  • જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી :- સધવા, સુવાસણી, સૌભાગ્યવતી
  • જેનો સ્પર્શ કરવાથી લોખંડ સોનું બની જય એવો મણી :- પારસમણી
  • જેમતેમ કે અવ્યયવસ્થિતિ હોય તે :- અસ્તવ્યસ્ત 
  • જેમની મા ન હોય તેવાં :- નમાયાં
  • જેમાંથી રુધિરનું વહન (ઝરણ) થાય છે તેવું :- રુધિરઝર
  • જેમાંથી વસ્તુ ખૂટે નહી તેવું પાત્ર :- અક્ષયપાત્ર
  • જેમાં કોઈ પાપ(અધ) નથી તે :- અનધ, નિષ્પાપ
  • જે મેઘ જેવું અંધકારમય કે ભયંકર છે તે :- ઘનઘોર
  • જોઇ ન શકાય તેવું :- અદીઠું

  • જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ :- પ્રજ્ઞાચક્ષુ

  • ઝાડની છાલનું વસ્ત્ર :- વલ્કલ


  • ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો :- સવ્યસાચી

  • ઢોરને ખાવાની એક પ્રકારની વનસ્પતિ :- ગદબ


  • તત્વને જાણનાર :- તત્વજ્ઞ
  • તંતુઓ વડે વગાડતું વાજિંત્ર :- તંતુવાઘ
  • તંદુરસ્ત અને ભરાવદાર :- હષ્ટપુષ્ટ
  • તાજેતરમાં (નવો) જન્મ લેના૨ :- નવજાત/નવજાતા


  • ત્રણ અણીઓવાળું હથિયાર :- ત્રિશૂળ
  • ત્રણેય કાળનું જ્ઞાન ધરાવનાર :- ત્રિકાળજ્ઞાન


  • થોડો વખત જીવનારું :- અલ્પજીવી


  • દર બે માસે પ્રગટ થતું સામયિક :- દ્વિમાસિક
  • દવાખાનામાં સેવાચાકરી કરનારી સ્ત્રી :- પરિચારિકા
  • દહીં મિશ્રિત વડા :- દહીંવડા
  • દહીં વલોવવાથી નીકળતું સત્વ :- ગોરસ
  • દાળ મિશ્રિત ચોખા :- દાળચોખા
  • દિશા અને કાળનો સમૂહ :- દિકકાલ
  • દીવો પ્રગટાવવાની દાંડી :- દીવાદાંડી
  • દુઃખભર્યા પોકાર :- આર્તનાદ
  • દેવોની નગરી :- અમરાપુરી
  • દેશ પ્રત્યે બેવફાઈ :- દેશદ્રોહ
  • દોઢ માઇલ જેટલું અંતર :- કોશ


  • ઘન(દ્રવ્ય)ને ધારણ કરનાર :- વસુધા
  • ધનુષ્યની દોરી :- પણછ
  • ઘનુષ્યની દોરીનો અવાજ :- ટંકારવ
  • ધર્મમાં અંધ હોવું :- ધર્માંધ
  • ધર્મનું કે કર્તવ્યનું પાલન કરવામાં ઊભી થતી મુશ્કેલ પરિસ્થિતિ :- ધર્મસંકટ
  • ધ્યાનમાં બેઠેલું :- ધ્યાનસ્થ 
  • ધીરધારનો ધંધો કરનાર :- શરાફ


ગુજરાતીમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ
ગુજરાતીમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ


  • ન કહી શકાય તેવું :- અકથનીય
  • ન સમજાય તેવું :- અકળ
  • નકામાં ઢોરને રાખવાનું સ્થળ :- પાંજરાપોળ
  • નજરોજન૨ જોવું તે :- સાક્ષાત્કાર
  • નદીની કાંકરાવાળી જાડી રેતી :- વેકરો
  • નર રૂપે અવતરેલા ઈશ્ર્વર :- નરહરિ
  • નવી પરણેલી સ્ત્રી :- નવોઢા 
  • નવાં-નવાં અનેક રૂપ કે વેશ ધારણ કરનાર :- બહુરૂપી
  • ન્યાય આપનારી સભા :- ન્યાયસભા
  • નાશ ન પામે એવું :- અવિનાશી
  • નિયમમાં રાખનાર :- નિયંતા
  • નોકરીમાંથી રુખસદ મળવી :- બરતરફી
  • નોકરી વગેરેમાંથી હઠી જવાની રાજીખુશી દર્શાવતુ લખાણ :- રાજીનામું


  • પગથી માથા સુધી :- નખશિખ
  • પગ મૂકી શકાય નહી તેવું :- અગોચર
  • પગ વેડે કરવામાં આવેતો પ્રહાર :- પદાઘાત
  • પગે ચાલવનો રસ્તો :- પગદંડી
  • પતિ મરણ પામ્યો હોય તેવી સ્ત્રી :- વિધવા
  • પથ્થર ઉપર લખેલો લેખ :- શિલાલેખ
  • પદ પરથી દૂર થયેલુ :- પદભ્રષ્ટ
  • પરણી ન હોય તેવી સ્ત્રી :- કુંવારી, અપરિણીતા
  • પરાધીન હોવાનો અભાવ :- ઓશિયાળું
  • પરાપૂર્વથી ચાલતું આવેલું :- પારંપરિક
  • પ્રજાની માલિકીનું કરવું તે :- રાષ્ટ્રીયકરણ
  • પ્રમાણ આપતું પત્ર :- પ્રમાણપત્ર
  • પ્રયત્ન કર્યા વિના :- અનાયાસ
  • પ્રયાસથી મેળવી શકાય એવું :- યત્નસાધ્ય
  • પ્રલય લાવનાર કેતુ :- પ્રલયકેતુ
  • પ્રવાહની મધ્યધારા :- મઝધારા
  • પ્રાણ નીકળી જાય એવી તરસથી પીડાતા :- પ્રાણતરસ્યા
  • પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા :- કાગવિદ્યા
  • પહાડમાંની પોલી જગ્યા :- કુહર
  • પહેલાં કદી ન બન્યું હોય એવું :- અપૂર્વ
  • પાછળ જન્મનાર :- અનુજ
  • પાણી જેવું પોચું :- પાણીપોચું
  • પાણીના વાસણ મૂકવાની જગ્યા :- પાણિયારું
  • પાણીનો ધોધ :- જલધોધ
  • પાપ વગરનું :- અનઘ
  • પાંદડાનો ધીમો અવાજ :- પર્ણમર્મર
  • પુત્રની પૌત્રી :- પ્રપૌત્રી
  • પૃથ્વી આકાશ સાથે મળતી હોય એવું જણાય તે કલ્પિત રેખા :- ક્ષિતિજ
  • પૂર્વ તરફની દિશા :- પ્રાચી
  • પૂર્વે કદી ન થયું હોય તેવું :- અપૂર્વ, અભૂતપૂર્વ
  • પૈસા લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય :- વીશી, લૉજ
  • પોતાનામાંથી જન્મનારી (પુત્રી) :- આત્મજ
  • પોતાને સોંપાયેલું કામ બરોબર નહીં   કરનાર :- કામચોર

  • ફરજ બજાવવામાં તલ્લીન :- કર્તવ્યપરાયણ
  • ફૂલ મૂકવાનું પાત્ર :- ફૂલદાની


  • બગલા જેવાં દંભી ભગત :- બગલાભગત
  • બધી જાતની માહિતીનો સંગ્રહ   ધરાવતો ગ્રંથ :- જ્ઞાનકોશ
  • બપોરનું ભોજન :- રોંઢો
  • બાઘાની માફક આમતેમ જોવું તે :- ચકળવકળ
  • બારણું બંધ કરવાની કળ :- આગળો
  • બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો :- ભોગળ
  • બીજા કશા પર આધાર રાખતું :- સાપેક્ષ
  • બીજાનું દુઃખ જોઈ દિલમાં થતી લાગણી :- દિલસોજી, હમદર્દી
  • બીજાનું  સારું ન ખમાય તેવી લાગણી  :- અદેખાઈ
  • બેચેની ભરી શાંતિ :- સન્નાટો
  • બે બળદ વડે ખેચાતું ગાડું :- ડમણિયું


  • ભજન  કરવા માટે એકત્ર થયેલ મંડળી  :- ભજનમંડળી
  • ભંડાર તરીકે વપરાતો ભાગ :- ગજાર
  • ભારે (વજનદાર) પથ્થર :- કાળમીંઢ
  • ભૂમિ પર ચાલીને જતુ દળ :- પાયદળ
  • ભેગાં મળવું તે :- સંજોગ
  • ભેંશોનું ટોળું :- ખાડું
  • ભોગ આપવા માટે કાઢેલો ભાગ :- બલી
  • ભોજન પછી ડાબે પડખે સૂવું તે :- વામકુક્ષી


  • મચ્છર અટકાવવાની દાની :- મચ્છરદાની
  • મજબૂત અને ટકાઉ નહીં તેવું :- તકલાદી
  • મડદાંને દાટવાનું સ્થાન :- કબ્રસ્તાન
  • મધુર ધ્વનિ :- કલરવ
  • મટકું પણ માર્યા વગર :- અનિમેષ
  • મનને હરનાર :- મનોહર
  • મનોકામના પૂરી કરનાર વૃક્ષ :- કલ્પવૃક્ષ
  • મરઘીનું બચ્ચું :- પીલુ
  • મરણ પાછળ રોવું-કૂટવું તે :- કાણ
  • મરણના સમાચારની ચિઠ્ઠી :- કાળોતરી
  • મર્મ ગ્રહણ કરનારું :- મર્મગ્રાહી
  • મશકમાં પાણી ભરીને ત્યાં પહોંચાડનાર :- પખાલી, ભિસ્તી
  • મસારની પહેલી વાર્ષિક તિથિએ કરવામાં આવતી ક્રિયા :- વરસી
  • મંદિરની અંદરનો મૂર્તિવાળો ભાગ :- ગર્ભગૃહ
  • માણસ માટે ઈશ્વરનો સંદેશો લઈ આવનાર :- પયગમ્બર
  • માતાપિતાનું બાળકો તરફનું વહાલ (પ્રેમ) :- વાત્સલ્ય
  • માથે ચડાવવા લાયક :- શિરોમાન્
  • માથે પહેરવાનું વસ્ત્ર :- શિરપાઘ
  • માથે બાંધવાનો છોગાવાળો સાફો :- શિરપેચ
  • માર્ગ બતાવનાર :- ભોમિયો
  • માલ પરદેશ મોકલવો તે :- નિકાશ(સ)
  • માંકડાં, રીંછ વગેરેના ખેલ કરનાર કલંદર :- મદારી
  • મુખ પરંપરાની ચાલી આવેલી વાર્તા :- દંતકથા
  • મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું :- ભાતું, ભાથું
  • મૂળમાં હોય એના જેવી જ કૃતિ :- પ્રતિકૃતિ
  • મૂળાક્ષર પ્રમાણેનો ક્રમ :- વર્ણાનુક્રમ
  • મૃત્યુ અગાઉ વારસા અંગે લખાયેલું ખતપત્ર :- વસિયતનામું
  • મિલકત જપ્ત થવી તે :- જપ્તી
  • મિલમાં કામ કરતો મજૂર :- મિલમજૂર
  • મેળવવામાં મુશ્કેલ હોય તેવું :- દુર્લભ
  • મોહ પમાડનાર શ્રીકૃષ્ણ :- મોહન


  • યક્ષ સ્ત્રી :- યક્ષિણી, જક્ષણી
  • યાત્રાનું સ્થાન :- તીર્થ, યાત્રાધામ
  • યુદ્ધે ચડેલી વિરાંગના :- રણચંડી
  • યુદ્ધમાં સ્થિર રહે તેવો સૌથી મોટો પાંડવ :- યુધિષ્ઠિર


  • રણમાં દેખાતું આભાસી જળ :- ઝાંઝવા, મૃગજળ
  • ૨થ ઉપર ચઢેલો યોદ્ધો :- ૨થી
  • રથ હાંકનાર :- સારથિ
  • રથથી અલગ થયેલો યોદ્ધા :- વિરથ, વિરથી
  • રહીરહીને પડતા વરસાદનું ઝાપટું :- સરવડું
  • રાહત માટે આપવામાં આવતું કાર્ય :- રાહતકાર્ય
  • રાત્રિનું ભોજન :- વાળુ
  • રેખા વડે બનાવેલ ચિત્ર :- રેખાચિત્ર
  • રેંટના ઘડાઓની હારમાળા  :- ઘટમાળ
  • રોગના મૂળ કારણની તપાસ :- નિદાન
  • રોગની ઓળખ :- નિદાન


ગુજરાતીમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ
ગુજરાતીમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ


Gkbyishak.blogspot.com


  • લક્ષ્મીનો પતિ :- લક્ષ્મીપતિ
  • લક્ષ આપવા જેવું :- લક્ષ્ય
  • લગ્ન આદિ શુભ પ્રસંગની આમંત્રણપત્રિકા :- કંકોતરી (કંકોત્રી)
  • લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે :- સામૈયું
  • લાંબો સમ્ય ટકી શકે તેવું :- ચિરસ્થાયી
  • લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર :- સંઘાડો
  • લાખોની સંપત્તિનો માલિક :- લક્ષાધિપતિ
  • લોકો વડે રચાયેલું ગીત :- લોકગીત
  • લોટને ચાળવાથી નીકળતો ભૂકો :- થૂલું
  • લોહીથી સંપૂર્ણ ખરડાઈ ગયેલ :- લોહીલુહાણ, રક્તરંજિત


  • વપરાશમાં ન રહેલો હોય તેવો :- ખાડિયો
  • વરકન્યા પરણવા બેસે છે તે મંડપ :- ચૉરી, માહ્યરું 
  • વર્તમાન આપતુ પત્ર :- વર્તમાનપત્ર
  • વર્તમાનપત્રોમાં સમાચાર મોકલનાર :- ખબરપત્રી
  • વ્રજમાં રહેનાર :- વ્રજવાસી 
  • વસંત જેવી સુંદર ડાળી :- વિશાખા
  • વસંત જેવી સુંદર સ્ત્રી :- ફાલ્ગુની
  • વહાણ ચલાવનાર :- ખલાસી
  • વહાણનો મુખ્ય ખલાસી :- ટંડેલ
  • વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય :- કવલી
  • વાવ, કૂવા, તળાવ, નદી, સરોવર વગેરે મીઠા પાણીનાં જળાશય :- નવાણ
  • વારંવાર જન્મ લેવામાંથી છુટકારો :- મોક્ષ, મુક્તિ 
  • વિજયની ઈચ્છા વાળી સેના :- વિજયસેના
  • વિદ્યા મેળવવાનું આલય :- વિદ્યાલય
  • વિનાશ જન્માવનાર કેતુ :- પ્રલયકેતુ
  • વિભાગ ન પાડી શકાય તેવું :- અવિભાજય
  • વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર :- શાલિગ્રામ
  • વૃંદા (તુલસી) ભરેલુ વન :- વૃંદાવન
  • વેદનાનો ચિત્કાર :- આર્તનાદ
  • વેદપુરાણ વગેરે જેવાં ધર્મશાસ્ત્રો :- નિગમઅગમ
  • વેપારીએ રાખેલ વાણોતર :- ગુમાસ્તો

  • શબ્દની મૂળ ઉત્પત્તિ :- વ્યુત્પત્તિ
  • શરીરનો સુડોળ, સુઘટ્ટ બાંધો :- કાઠું
  • શ્યામ એવો વર્ણ :- શ્યામવર્ણ
  • શારીરિક રીતે કે ઇંદ્રિયોથી અશક્ત :- પાંગળું
  • શાસ્ત્રનો જાણકાર :- મીમાંસક
  • શિરમાથે ધારણ કરવાની પાઘ :- શિરપાઘ
  • શિષ્યને આપવામાં આવતી વૃતિ :- શિષ્યવૃત્તિ
  • શેર-કસબામાં ભરાતું બજાર :- ગુજરી


  • સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી  પાળવામાં આવતી આભડછેટ :- સૂતક
  • સમગ્ર જગતનું પોષણ કરનાર :- વિશ્વંભર
  • સમાન દુ:ખની અનુભૂતિ :- સહાનુભૂતિ, હમદર્દી
  • સમુદ્રના તળિયે ડૂબકી મારીને મોતી લાવનાર :- મરજીવો
  • સ્મૃતિ પર અંકિત થયેલો પટ :- સ્મૃતિપટ
  • સ્તુતી કરવા યોગ્ય :- સ્તુત્ય
  • સ્ત્રીઓને પગમાં પહેરવાનું ઘરેણું :- કાંબી, કડલું
  • સ્ત્રી(પત્ની)ના પિતાનું ઘર :- પિયર
  • સ્ત્રીના હાથનું એક ઘરેણું - ગુજરી 
  • સ્ત્રીની વાત સાંભળીને રાજી રાજી થઈ જાય એવો પુરુષ :- પોમલો
  • સ્ત્રીની ડોકમાં પહેરવાનું ઘરેણું :- ઝરમર
  • સ્નેહ(લાગણી)થી ભીંજાયેલું :- સ્નેહભીનું
  • સવારનો નાસ્તો :- શિરામણ
  • સહન ન કરી શકાય તેવું :- અસહ્ય
  • સહેલાઇથી મળી શકે તેવું :- સુલભ
  • સ્પૃહા વિનાનું :- નિ:સ્પૃહ
  • સભા ભરવા માટેનું ગૃહ :- સભાગૃહ
  • સમજવામાં મુશ્કેલ પડે તેવું :- દુર્બોધ 
  • સ્વજનના મરણ વખતે મુકાતી પોક :- મરણપોક
  • સહન કરવાની શક્તિ :- સહનશક્તિ
  • સંગ્રામ (યુદ્ધ) સમયે ગવાતું ગીત :- સંગ્રામગીત
  • સંપૂર્ણપણે દોષ વગરનું :- અણીશુદ્ધ
  • સંપૂર્ણ પતન થાય તે :- વિનિપાત
  • સંસારની આસક્તિનો અભાવ :- વૈરાગ્ય
  • સાચવી રાખવા માટે આપેલી વસ્તુ :- અનામત 
  • સામાન્યથી વધારે જ્ઞાન, વધારે પડતું જ્ઞાન :- અતિજ્ઞાન
  • સાંજનું ભોજન :- વાળુ
  • સાંભળી ન શકનાર :- બધિર
  • સિદ્ધાંત પ્રમાણે ચાલનાર :- સિદ્ધાંતવાદી
  • સૂકા ઘાસના પૂળાની ગંજી :- ઓઘલી
  • સૂર્ય તરફ મુખરાખી ખિલતુ ફૂલ :- સૂર્યમુખી
  • સૌભાગ્યવતી સ્ત્રી :- સધવા


  • હવાઇ કિલ્લા ચણનાર :- શેખચલ્લી
  • હંમેશા સત્ય વાણી બોલનાર :- સત્યવાદી
  • હાથમાં પહેરવાની ઘડી :- હસ્તઘડી
  • હાથીને કાબૂમાં રાખવા માટેનું સાધન :- અંકુશ
  • હાથીનો ચાલક :- મહાવત
  • હિંદુ તત્ત્વજ્ઞાનનાં છ શાસ્ત્રો :- ષટ્દર્શન કે ખટશાસ્ત્રો

      My blog 

🌍 Gkbyishak

🌎 Makelifehappy89

🌎 Ishakansari.blogspot.com



Post a Comment

0 Comments