શબ્દસમૂહ માટે એક શબ્દ
- એક જ બાબતને વ્યક્ત કરવા વધુ શબ્દોનો ઉપયોગ કરવા કરતાં તેને ઓછા શબ્દોમાં કે એક જ શબ્દમાં કહેવાનો આપણે પસંદ કરીએ છીએ. આમ, ભાષામાં કેટલાંક શબ્દસમૂહ માટે એક જ શબ્દનો ઉપયોગ થાય છે. તેનાથી ભાષા સઘન, લાઘવયુક્ત રસપ્રદ અને અસરકારક બને છે.
- તો ચાલો, અહીં શબ્દસમૂહ માટે એક શબ્દનો અભ્યાસ કરી, આપણી ભાષાસમૃદ્ધિને સઘન બનાવીએ.
- અણીના વખતે :- તાકડે
- અમર લોકોનું નગર :- અમરાપુરી
- અમુક માણસો કે સંસ્થા વતી નિયુક્ત માણસ :- પ્રતિનિધિ
- અમુક વસ્તુ જોવા-જાણવાની ઉત્કંઠા :- કુતૂહલ (જિજ્ઞાસા)
- અમૃત જેવી મીઠી નજર :- અમીદષ્ટિ
- અવાજની સૃષ્ટિ :- ધ્વન્યાલોક
- અંગૂઠા પાસેની આંગળી :- તર્જની
- આનંદ આપનાર :- નર્મદા
- આકાશમાં સાત રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય :- મેઘધનુષ
- આકાશી નક્ષત્રો, ગ્રહો, સૂર્ય-ચંદ્રની સ્થિતિ પરથી ભાવી ઘટનાઓ વિશે અનુમાન કરનારો :- જ્યોતિષી
- આખા દેશ માટેની ભાષા :- રાષ્ટ્રભાષા
- આત્માનું તેજ :- આત્મકણી, આત્મતેજ
- આદર સાથે :- સદર
- આદિથી તે અંત સુધી :- સાધંત
- આપબળે વિકાસ સાધનાર :- પુરુષાર્થી, સ્વાવલંબી
- આરોપ મૂક્યા બાબતનું લખાણ :- તહોમતનામું
- આહાર બંધ કરવો તે :- અનશન
- આંખ આગળ ખડું થઇ જાય તેવું :- તાદ્શ
- આંખથી સાંભળનાર :- ચક્ષુઃશ્રવા
- એકની એક વાત વારંવાર કરવી તે :- પિષ્ટપેષણ
- એકબીજાના સ્નેહથી પ્રેરાઈને કરેલું લગ્ન :- સ્નેહલગ્ન
- એકબીજામાં પરોવાયેલું :- તલ્લીન
- ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર :- વજ્ર
- ઇન્દ્રપ્રસ્થનગરના વાસીઓ :- ઇન્દ્રપ્રસ્થજનો
- ઈન્દ્રિયો વડે ન અનુભવી શકાય તેવું :- અતીંદ્રિય
- ઈશ્વરમાં નહીં માનનાર :- નાસ્તિક
- ઈશ્વર છે એમ માનનાર :- આસ્તિક
- ઉપકાર ઉપર અપકાર કરનાર :- કૃતઘ્ન
- ઉનાળાની સખત ગરમ હવા :- લૂ
- ઊંઘ્યા કરવાની ટેવવાળું :- ઊંઘણશી
- ઊંડે ઊંડે રહેતો અફસોસ :- વસવસો
- કદી ખૂટે નહિ તે :- અખૂટ
- કન્યા વરને જાતે પસંદ કરે તે માટેનું સંમેલન :- સ્વયંવર
- કમળની વેલ :- મૃણાલિની
- કરૂણ અવાજ :- આર્તનાદ
- કરિયાણું વેચનાર વેપારી :- મોદી
- કરેલા ઉપકાર ભુલી જનાર :- કૃતઘ્ની
- કરેલા ઉપકારને જાણનાર :- કૃતજ્ઞ
- કલાનું સર્જન કરનાર :- કલાકાર
- કશુંક પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા :- લગન
- કાગળ ન ઊડી જાય એ માટે દબાવી રાખવાનું સાધન :- કાગળ-દાણિયું
- કુટુંબ કે વતનનો સ્થાન-ત્યાગ કરવો એ :- હિજરત
- કુળમાં પુંજાતી દેવી :- કુળદેવી
- કુરાનના વાક્યો :- આયાત
- કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન :- કોસ
- કેડ સુધી આવે તેવું કસોવાળું પહેરણ :- કડિયું
- કોઈ અંગની ખોડવાળું :- અપંગ
- કોઇ પવિત્ર કે યાત્રાની જગા :- તીર્થ
- કોઈનું દુ:ખ જોઈ દિલમાં થતી લાગણી :- દિલસોજી
- કોઈને બોલાવવા માટે વપરાતો શબ્દ :- સંબોધન
- કોઈનો જીવ લે એવું :- ગોઝારું
- ખરાબ રીતે જાણીતો :- નામચીન
- ખૂટે નહિ તેવું :- અખૂટ
- ખૂબ જ હરખઘેલાં :- હરખપદૂડાં
- ખૂબ સંકુચિત દૃષ્ટિવાળું :- કૂપમંડક
- ખેતર કે ગામની હદ :- સીમ
- ખોટી (માથાકૂટવાળી) સેવાચાકરી :- આળપંપાળ
- ગંગા નદીનું પવિત્ર જળ :- ગંગોદક
- ગાયોનું મોટું ટોળું :- ધણ
- ગાયોને ચાલવાથી ઊડતી રજ :- ગોરજ
- ગુલાબ રાખવાની દાની :- ગુલાબદાની
- ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની :- થૂલી
- ઘરની બાજુની દિવાલ :- કરો
- ઘરનો સરસામાન :- અસબાબ
- ઘરમાં રહીને કરાવાતો ધંધો :- ઘરધંધો
- ઘરમાં રહેતો જમાઈ :- ઘરજમાઇ
- ઘાસ વગેરે એકઠાં કરી બાંધેલો જથ્થો :- ભારો
- ઘી પીરસવા માટેનું વાસણ :- વાઢી
- ઘોડા ઉપર સવારી કરનાર :- ઘોડેસવાર
- ઘોડાની પીઠ પર નાખવાનો સામાન :- પલાણ
- ઘોડાને બાંધવાની જગ્યા :- તબેલો, ઘોડાર
- ચમકની છાંટવાળો આરસપહાણ :- સંગેમરમર
- ચર્ચાવિચારણાને અંતે મેળવેલો નિર્ણય :- સિદ્ધાંત
- ચ્યવન ઋષિએ બનાવેલું પ્રાશ :- ચ્યવનપ્રાશ
- ચંદ્ર જેવા મુખવાળી :- શશીવદની
- ચાર પાયાવાળું એક આસન :- બાજઠ
- ચારશેરનાં વજન જેટલું જૂનું માપ :- ચારશેરી
- ચાલવાનો અવાજ :- પગરવ
- ચિત્તને આકર્ષે તેવું :- ચિત્તાકર્ષક
- ચોરાશી લાખ જન્મના ફેરા :- લખચોરાશી
- ચૌદ પાતાળમાંનું પાંચમું પાતાળ :- રસાતલ
- છાપરાનો છેડાવાળો ભાગ :- નેવું
- છાત્રને રહેવા માટેનું આલય :- છાત્રાલય
- છોડી દેવા યોગ્ય :- ત્યાજ્ય
- છાતીમાં ભરાતી લાગણીનો આવેશ :- ડૂમો
- જગતનું નિયંત્રણ કરનાર :- જગતનિયતા
- જગત માટે જેને પ્રેમ છે તે :- જગપ્રેમી
- જળ ઉપર (વહાણ) બેસીને જવાનો માર્ગ :- જળમાર્ગ
- જન્મથી જ પૈસાદાર :- ગર્ભશ્રીમંત
- જાણવાની ઈચ્છાવાળું :- જીજ્ઞાસુ
- જીર્ણ થયેલાને સમરાવવું તે :- જીર્ણોદ્વાર
- જીત સૂચવનારું ગીત :- જયગીત
- જીવન બનાવતી વિદ્યા :- જીવનવિદ્યા
- જીવન પર્યન્ત :- આજીવન
- જુદા પડવું તે :- વિજોગ
- જે વશમાં નથી તે :- વિવશ
- જેણે આત્માને ઓળખ્યો છે તે :- આત્મજ્ઞાની
- જેના અનેક રંગ છે તે :- અનેકરંગી
- જેનાં લગ્ન નથી થયાં કે સગાઈ પણ ન થઈ હોય તેવો (પુરુષ કે સ્ત્રી) :- વાંઢું (પુરુષ : વાંઢો, સ્ત્રી : વાંઢી)
- જેનાં સ્પર્શમાત્રથી લોઢાનું સોનામાં રૂપાંતર થાય તે :- પારસમણિ
- જેની કોઇ સીમા નથી તે :- અસીમ
- જેની પત્ની પરદેશ જઈ વસેલી હોય તેવો પુરુષ :- પ્રોષિતપત્નીક
- જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ :- વિધુર
- જેની પત્ની હયાત હોય તેવો પુરુષ :- સધુર
- જેની બુદ્ધિ સ્થિર છે તે :- સ્થિતપ્રજ્ઞ
- જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું :- અણમોલ
- જેને ઉપમા ન આપી શકાય એવું :- અનુપમ
- જેને કોઈ શત્રુ નથી તે :- અજાતશત્રુ
- જેનો કશો આધાર ન હોય તે :- નિરાધાર
- જેનો પતિ પરદેશ જઈ વસેલો હોય તેવી સ્ત્રી :- પ્રોષિતભર્તૃકા, પ્રોષિતપતિકા
- જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી :- સધવા, સુવાસણી, સૌભાગ્યવતી
- જેનો સ્પર્શ કરવાથી લોખંડ સોનું બની જય એવો મણી :- પારસમણી
- જેમતેમ કે અવ્યયવસ્થિતિ હોય તે :- અસ્તવ્યસ્ત
- જેમની મા ન હોય તેવાં :- નમાયાં
- જેમાંથી રુધિરનું વહન (ઝરણ) થાય છે તેવું :- રુધિરઝર
- જેમાંથી વસ્તુ ખૂટે નહી તેવું પાત્ર :- અક્ષયપાત્ર
- જેમાં કોઈ પાપ(અધ) નથી તે :- અનધ, નિષ્પાપ
- જે મેઘ જેવું અંધકારમય કે ભયંકર છે તે :- ઘનઘોર
- જોઇ ન શકાય તેવું :- અદીઠું
- જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ :- પ્રજ્ઞાચક્ષુ
- ઝાડની છાલનું વસ્ત્ર :- વલ્કલ
- ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો :- સવ્યસાચી
- ઢોરને ખાવાની એક પ્રકારની વનસ્પતિ :- ગદબ
- તત્વને જાણનાર :- તત્વજ્ઞ
- તંતુઓ વડે વગાડતું વાજિંત્ર :- તંતુવાઘ
- તંદુરસ્ત અને ભરાવદાર :- હષ્ટપુષ્ટ
- તાજેતરમાં (નવો) જન્મ લેના૨ :- નવજાત/નવજાતા
- ત્રણ અણીઓવાળું હથિયાર :- ત્રિશૂળ
- ત્રણેય કાળનું જ્ઞાન ધરાવનાર :- ત્રિકાળજ્ઞાન
- થોડો વખત જીવનારું :- અલ્પજીવી
- દર બે માસે પ્રગટ થતું સામયિક :- દ્વિમાસિક
- દવાખાનામાં સેવાચાકરી કરનારી સ્ત્રી :- પરિચારિકા
- દહીં મિશ્રિત વડા :- દહીંવડા
- દહીં વલોવવાથી નીકળતું સત્વ :- ગોરસ
- દાળ મિશ્રિત ચોખા :- દાળચોખા
- દિશા અને કાળનો સમૂહ :- દિકકાલ
- દીવો પ્રગટાવવાની દાંડી :- દીવાદાંડી
- દુઃખભર્યા પોકાર :- આર્તનાદ
- દેવોની નગરી :- અમરાપુરી
- દેશ પ્રત્યે બેવફાઈ :- દેશદ્રોહ
- દોઢ માઇલ જેટલું અંતર :- કોશ
- ઘન(દ્રવ્ય)ને ધારણ કરનાર :- વસુધા
- ધનુષ્યની દોરી :- પણછ
- ઘનુષ્યની દોરીનો અવાજ :- ટંકારવ
- ધર્મમાં અંધ હોવું :- ધર્માંધ
- ધર્મનું કે કર્તવ્યનું પાલન કરવામાં ઊભી થતી મુશ્કેલ પરિસ્થિતિ :- ધર્મસંકટ
- ધ્યાનમાં બેઠેલું :- ધ્યાનસ્થ
- ધીરધારનો ધંધો કરનાર :- શરાફ
ગુજરાતીમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ |
- ન કહી શકાય તેવું :- અકથનીય
- ન સમજાય તેવું :- અકળ
- નકામાં ઢોરને રાખવાનું સ્થળ :- પાંજરાપોળ
- નજરોજન૨ જોવું તે :- સાક્ષાત્કાર
- નદીની કાંકરાવાળી જાડી રેતી :- વેકરો
- નર રૂપે અવતરેલા ઈશ્ર્વર :- નરહરિ
- નવી પરણેલી સ્ત્રી :- નવોઢા
- નવાં-નવાં અનેક રૂપ કે વેશ ધારણ કરનાર :- બહુરૂપી
- ન્યાય આપનારી સભા :- ન્યાયસભા
- નાશ ન પામે એવું :- અવિનાશી
- નિયમમાં રાખનાર :- નિયંતા
- નોકરીમાંથી રુખસદ મળવી :- બરતરફી
- નોકરી વગેરેમાંથી હઠી જવાની રાજીખુશી દર્શાવતુ લખાણ :- રાજીનામું
- પગથી માથા સુધી :- નખશિખ
- પગ મૂકી શકાય નહી તેવું :- અગોચર
- પગ વેડે કરવામાં આવેતો પ્રહાર :- પદાઘાત
- પગે ચાલવનો રસ્તો :- પગદંડી
- પતિ મરણ પામ્યો હોય તેવી સ્ત્રી :- વિધવા
- પથ્થર ઉપર લખેલો લેખ :- શિલાલેખ
- પદ પરથી દૂર થયેલુ :- પદભ્રષ્ટ
- પરણી ન હોય તેવી સ્ત્રી :- કુંવારી, અપરિણીતા
- પરાધીન હોવાનો અભાવ :- ઓશિયાળું
- પરાપૂર્વથી ચાલતું આવેલું :- પારંપરિક
- પ્રજાની માલિકીનું કરવું તે :- રાષ્ટ્રીયકરણ
- પ્રમાણ આપતું પત્ર :- પ્રમાણપત્ર
- પ્રયત્ન કર્યા વિના :- અનાયાસ
- પ્રયાસથી મેળવી શકાય એવું :- યત્નસાધ્ય
- પ્રલય લાવનાર કેતુ :- પ્રલયકેતુ
- પ્રવાહની મધ્યધારા :- મઝધારા
- પ્રાણ નીકળી જાય એવી તરસથી પીડાતા :- પ્રાણતરસ્યા
- પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા :- કાગવિદ્યા
- પહાડમાંની પોલી જગ્યા :- કુહર
- પહેલાં કદી ન બન્યું હોય એવું :- અપૂર્વ
- પાછળ જન્મનાર :- અનુજ
- પાણી જેવું પોચું :- પાણીપોચું
- પાણીના વાસણ મૂકવાની જગ્યા :- પાણિયારું
- પાણીનો ધોધ :- જલધોધ
- પાપ વગરનું :- અનઘ
- પાંદડાનો ધીમો અવાજ :- પર્ણમર્મર
- પુત્રની પૌત્રી :- પ્રપૌત્રી
- પૃથ્વી આકાશ સાથે મળતી હોય એવું જણાય તે કલ્પિત રેખા :- ક્ષિતિજ
- પૂર્વ તરફની દિશા :- પ્રાચી
- પૂર્વે કદી ન થયું હોય તેવું :- અપૂર્વ, અભૂતપૂર્વ
- પૈસા લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય :- વીશી, લૉજ
- પોતાનામાંથી જન્મનારી (પુત્રી) :- આત્મજ
- પોતાને સોંપાયેલું કામ બરોબર નહીં કરનાર :- કામચોર
- ફરજ બજાવવામાં તલ્લીન :- કર્તવ્યપરાયણ
- ફૂલ મૂકવાનું પાત્ર :- ફૂલદાની
- બગલા જેવાં દંભી ભગત :- બગલાભગત
- બધી જાતની માહિતીનો સંગ્રહ ધરાવતો ગ્રંથ :- જ્ઞાનકોશ
- બપોરનું ભોજન :- રોંઢો
- બાઘાની માફક આમતેમ જોવું તે :- ચકળવકળ
- બારણું બંધ કરવાની કળ :- આગળો
- બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો :- ભોગળ
- બીજા કશા પર આધાર રાખતું :- સાપેક્ષ
- બીજાનું દુઃખ જોઈ દિલમાં થતી લાગણી :- દિલસોજી, હમદર્દી
- બીજાનું સારું ન ખમાય તેવી લાગણી :- અદેખાઈ
- બેચેની ભરી શાંતિ :- સન્નાટો
- બે બળદ વડે ખેચાતું ગાડું :- ડમણિયું
- ભજન કરવા માટે એકત્ર થયેલ મંડળી :- ભજનમંડળી
- ભંડાર તરીકે વપરાતો ભાગ :- ગજાર
- ભારે (વજનદાર) પથ્થર :- કાળમીંઢ
- ભૂમિ પર ચાલીને જતુ દળ :- પાયદળ
- ભેગાં મળવું તે :- સંજોગ
- ભેંશોનું ટોળું :- ખાડું
- ભોગ આપવા માટે કાઢેલો ભાગ :- બલી
- ભોજન પછી ડાબે પડખે સૂવું તે :- વામકુક્ષી
- મચ્છર અટકાવવાની દાની :- મચ્છરદાની
- મજબૂત અને ટકાઉ નહીં તેવું :- તકલાદી
- મડદાંને દાટવાનું સ્થાન :- કબ્રસ્તાન
- મધુર ધ્વનિ :- કલરવ
- મટકું પણ માર્યા વગર :- અનિમેષ
- મનને હરનાર :- મનોહર
- મનોકામના પૂરી કરનાર વૃક્ષ :- કલ્પવૃક્ષ
- મરઘીનું બચ્ચું :- પીલુ
- મરણ પાછળ રોવું-કૂટવું તે :- કાણ
- મરણના સમાચારની ચિઠ્ઠી :- કાળોતરી
- મર્મ ગ્રહણ કરનારું :- મર્મગ્રાહી
- મશકમાં પાણી ભરીને ત્યાં પહોંચાડનાર :- પખાલી, ભિસ્તી
- મસારની પહેલી વાર્ષિક તિથિએ કરવામાં આવતી ક્રિયા :- વરસી
- મંદિરની અંદરનો મૂર્તિવાળો ભાગ :- ગર્ભગૃહ
- માણસ માટે ઈશ્વરનો સંદેશો લઈ આવનાર :- પયગમ્બર
- માતાપિતાનું બાળકો તરફનું વહાલ (પ્રેમ) :- વાત્સલ્ય
- માથે ચડાવવા લાયક :- શિરોમાન્
- માથે પહેરવાનું વસ્ત્ર :- શિરપાઘ
- માથે બાંધવાનો છોગાવાળો સાફો :- શિરપેચ
- માર્ગ બતાવનાર :- ભોમિયો
- માલ પરદેશ મોકલવો તે :- નિકાશ(સ)
- માંકડાં, રીંછ વગેરેના ખેલ કરનાર કલંદર :- મદારી
- મુખ પરંપરાની ચાલી આવેલી વાર્તા :- દંતકથા
- મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું :- ભાતું, ભાથું
- મૂળમાં હોય એના જેવી જ કૃતિ :- પ્રતિકૃતિ
- મૂળાક્ષર પ્રમાણેનો ક્રમ :- વર્ણાનુક્રમ
- મૃત્યુ અગાઉ વારસા અંગે લખાયેલું ખતપત્ર :- વસિયતનામું
- મિલકત જપ્ત થવી તે :- જપ્તી
- મિલમાં કામ કરતો મજૂર :- મિલમજૂર
- મેળવવામાં મુશ્કેલ હોય તેવું :- દુર્લભ
- મોહ પમાડનાર શ્રીકૃષ્ણ :- મોહન
- યક્ષ સ્ત્રી :- યક્ષિણી, જક્ષણી
- યાત્રાનું સ્થાન :- તીર્થ, યાત્રાધામ
- યુદ્ધે ચડેલી વિરાંગના :- રણચંડી
- યુદ્ધમાં સ્થિર રહે તેવો સૌથી મોટો પાંડવ :- યુધિષ્ઠિર
- રણમાં દેખાતું આભાસી જળ :- ઝાંઝવા, મૃગજળ
- ૨થ ઉપર ચઢેલો યોદ્ધો :- ૨થી
- રથ હાંકનાર :- સારથિ
- રથથી અલગ થયેલો યોદ્ધા :- વિરથ, વિરથી
- રહીરહીને પડતા વરસાદનું ઝાપટું :- સરવડું
- રાહત માટે આપવામાં આવતું કાર્ય :- રાહતકાર્ય
- રાત્રિનું ભોજન :- વાળુ
- રેખા વડે બનાવેલ ચિત્ર :- રેખાચિત્ર
- રેંટના ઘડાઓની હારમાળા :- ઘટમાળ
- રોગના મૂળ કારણની તપાસ :- નિદાન
- રોગની ઓળખ :- નિદાન
ગુજરાતીમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ |
- લક્ષ્મીનો પતિ :- લક્ષ્મીપતિ
- લક્ષ આપવા જેવું :- લક્ષ્ય
- લગ્ન આદિ શુભ પ્રસંગની આમંત્રણપત્રિકા :- કંકોતરી (કંકોત્રી)
- લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે :- સામૈયું
- લાંબો સમ્ય ટકી શકે તેવું :- ચિરસ્થાયી
- લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર :- સંઘાડો
- લાખોની સંપત્તિનો માલિક :- લક્ષાધિપતિ
- લોકો વડે રચાયેલું ગીત :- લોકગીત
- લોટને ચાળવાથી નીકળતો ભૂકો :- થૂલું
- લોહીથી સંપૂર્ણ ખરડાઈ ગયેલ :- લોહીલુહાણ, રક્તરંજિત
- વપરાશમાં ન રહેલો હોય તેવો :- ખાડિયો
- વરકન્યા પરણવા બેસે છે તે મંડપ :- ચૉરી, માહ્યરું
- વર્તમાન આપતુ પત્ર :- વર્તમાનપત્ર
- વર્તમાનપત્રોમાં સમાચાર મોકલનાર :- ખબરપત્રી
- વ્રજમાં રહેનાર :- વ્રજવાસી
- વસંત જેવી સુંદર ડાળી :- વિશાખા
- વસંત જેવી સુંદર સ્ત્રી :- ફાલ્ગુની
- વહાણ ચલાવનાર :- ખલાસી
- વહાણનો મુખ્ય ખલાસી :- ટંડેલ
- વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય :- કવલી
- વાવ, કૂવા, તળાવ, નદી, સરોવર વગેરે મીઠા પાણીનાં જળાશય :- નવાણ
- વારંવાર જન્મ લેવામાંથી છુટકારો :- મોક્ષ, મુક્તિ
- વિજયની ઈચ્છા વાળી સેના :- વિજયસેના
- વિદ્યા મેળવવાનું આલય :- વિદ્યાલય
- વિનાશ જન્માવનાર કેતુ :- પ્રલયકેતુ
- વિભાગ ન પાડી શકાય તેવું :- અવિભાજય
- વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર :- શાલિગ્રામ
- વૃંદા (તુલસી) ભરેલુ વન :- વૃંદાવન
- વેદનાનો ચિત્કાર :- આર્તનાદ
- વેદપુરાણ વગેરે જેવાં ધર્મશાસ્ત્રો :- નિગમઅગમ
- વેપારીએ રાખેલ વાણોતર :- ગુમાસ્તો
- શબ્દની મૂળ ઉત્પત્તિ :- વ્યુત્પત્તિ
- શરીરનો સુડોળ, સુઘટ્ટ બાંધો :- કાઠું
- શ્યામ એવો વર્ણ :- શ્યામવર્ણ
- શારીરિક રીતે કે ઇંદ્રિયોથી અશક્ત :- પાંગળું
- શાસ્ત્રનો જાણકાર :- મીમાંસક
- શિરમાથે ધારણ કરવાની પાઘ :- શિરપાઘ
- શિષ્યને આપવામાં આવતી વૃતિ :- શિષ્યવૃત્તિ
- શેર-કસબામાં ભરાતું બજાર :- ગુજરી
- સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ :- સૂતક
- સમગ્ર જગતનું પોષણ કરનાર :- વિશ્વંભર
- સમાન દુ:ખની અનુભૂતિ :- સહાનુભૂતિ, હમદર્દી
- સમુદ્રના તળિયે ડૂબકી મારીને મોતી લાવનાર :- મરજીવો
- સ્મૃતિ પર અંકિત થયેલો પટ :- સ્મૃતિપટ
- સ્તુતી કરવા યોગ્ય :- સ્તુત્ય
- સ્ત્રીઓને પગમાં પહેરવાનું ઘરેણું :- કાંબી, કડલું
- સ્ત્રી(પત્ની)ના પિતાનું ઘર :- પિયર
- સ્ત્રીના હાથનું એક ઘરેણું - ગુજરી
- સ્ત્રીની વાત સાંભળીને રાજી રાજી થઈ જાય એવો પુરુષ :- પોમલો
- સ્ત્રીની ડોકમાં પહેરવાનું ઘરેણું :- ઝરમર
- સ્નેહ(લાગણી)થી ભીંજાયેલું :- સ્નેહભીનું
- સવારનો નાસ્તો :- શિરામણ
- સહન ન કરી શકાય તેવું :- અસહ્ય
- સહેલાઇથી મળી શકે તેવું :- સુલભ
- સ્પૃહા વિનાનું :- નિ:સ્પૃહ
- સભા ભરવા માટેનું ગૃહ :- સભાગૃહ
- સમજવામાં મુશ્કેલ પડે તેવું :- દુર્બોધ
- સ્વજનના મરણ વખતે મુકાતી પોક :- મરણપોક
- સહન કરવાની શક્તિ :- સહનશક્તિ
- સંગ્રામ (યુદ્ધ) સમયે ગવાતું ગીત :- સંગ્રામગીત
- સંપૂર્ણપણે દોષ વગરનું :- અણીશુદ્ધ
- સંપૂર્ણ પતન થાય તે :- વિનિપાત
- સંસારની આસક્તિનો અભાવ :- વૈરાગ્ય
- સાચવી રાખવા માટે આપેલી વસ્તુ :- અનામત
- સામાન્યથી વધારે જ્ઞાન, વધારે પડતું જ્ઞાન :- અતિજ્ઞાન
- સાંજનું ભોજન :- વાળુ
- સાંભળી ન શકનાર :- બધિર
- સિદ્ધાંત પ્રમાણે ચાલનાર :- સિદ્ધાંતવાદી
- સૂકા ઘાસના પૂળાની ગંજી :- ઓઘલી
- સૂર્ય તરફ મુખરાખી ખિલતુ ફૂલ :- સૂર્યમુખી
- સૌભાગ્યવતી સ્ત્રી :- સધવા
- હવાઇ કિલ્લા ચણનાર :- શેખચલ્લી
- હંમેશા સત્ય વાણી બોલનાર :- સત્યવાદી
- હાથમાં પહેરવાની ઘડી :- હસ્તઘડી
- હાથીને કાબૂમાં રાખવા માટેનું સાધન :- અંકુશ
- હાથીનો ચાલક :- મહાવત
- હિંદુ તત્ત્વજ્ઞાનનાં છ શાસ્ત્રો :- ષટ્દર્શન કે ખટશાસ્ત્રો
0 Comments