![]() |
Alankar in Gujarati |
અલંકાર એટલે શું? અલંકાર ના પ્રકાર, પરિભાષા અને ઉદાહરણ.
Gujarati Grammar Alankar/અલંકાર ગુજરાતી વ્યાકરણ
અલંકાર નો સામાન્ય અર્થ આભૂષણ, કે શણગાર થાય છે.
અલંકાર બે શબ્દો વડે બનેલ છે. અલમ્ + કાર. જેમાં અલમ એટલે પર્યાપ્ત અને કાર એટલે કરનાર. અલંકાર એ ભાષા નું સૌંદર્ય વધારવા માટે છે. અલંકારથી સાહિત્ય માં રહેલી લાગણી દીપી ઉઠી છે.
અલંકાર ના પ્રકાર
અલંકાર ના મુખ્ય બે પ્રકાર છે.
1. | શબ્દાલંકાર |
2. | અર્થાલંકાર |
1. શબ્દાલંકાર (Shabdalankar in Gujarati)
પરિભાષા::
જે અલંકાર શબ્દો ના આધારે રચાતો હોય, અર્થાત્ વાકયમાં કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે.
શબ્દાલંકાર ના કુલ ચાર પ્રકાર છે.
1. | વર્ણાનુંપ્રાસ |
2. | શબ્દાનુંપ્રાસ |
3. | પ્રાસાનુંપ્રાસ |
4. | અંત્યાનુંપ્રાસ |
શબ્દાલંકાર | પરિભાષા |
1.વર્ણાનુંપ્રાસ | વર્ણ એટલે અક્ષર, જ્યારે એક જ પંક્તિ માં એકનો એક વર્ણ વારંવાર આવે ત્યારે... |
2.શબ્દાનુંપ્રાસ | જ્યારે પંક્તિ માં એક નો એક શબ્દ વારંવાર આવે ત્યારે... |
3.પ્રાસાનુંપ્રાસ | જ્યારે બે પંક્તિના મધ્યમાં પ્રાસ મળે ત્યારે... |
4.અંત્યાનુંપ્રાસ | જ્યારે પંકિતના અંતમાં પ્રાસ મળે ત્યારે... |
1. વર્ણાનુંપ્રાસ અલંકાર (Varnanupras Alankar in Gujarati)
ઉદાહરણ::
- કામિની કોકિલા કેલી કુંજન કરે.
અહીં ઉપરોક્ત પંક્તિમાં 'ક' વર્ણ વારંવાર આવે છે આથી અહીં વર્ણાનુંપ્રાસ અલંકાર બને છે.
- નટવર નીરખ્યા નેણ! તે...
- રામદાસ રામ નામનું રટણ રાત દિવસ કરતાં.
- દીનું કાકા ની દુકાને થી દિનેશ દિવેલ લઈને આવ્યો.
- વિપદ પડે વણસે નહી.
- માડી મીઠી, સ્મિત મધુરીને ભવ્ય મૂર્તિ પિતાજી.
- કાળને કબજે કરવાના અનેક પ્રયત્નો થયા છે.
- એ અસત્યનો અવતાર હતો.
2. શબ્દાનુંપ્રાસ અલંકાર (Shabdanupras Alankar in Gujarati)
જ્યારે પંક્તિ માં એક નો એક શબ્દ વારંવાર પુનરાવર્તન પામતો હોય અથવા એક સરખા પ્રાસવાળા શબ્દોં આવતા ત્યારે 'શબ્દાનુંપ્રાસ' અલંકાર બને છે.
શબ્દાનુપ્રાસ ને 'યમક' અલંકાર કહેવામાં આવે છે.
ઉદાહરણ:
- હળવે, હળવે, હળવે હરજી મારે મંદિર આવો રે.
અહી પંક્તિ માં 'હળવે' શબ્દ વારંવાર પુનરાવર્તન થાય છે, આથી શબ્દાલંકાર બને છે.
- ગાયક ન લાયક, તું ફોગટ ફલાણો છે.
- છે મતવાલી, નથી નમાલી, નવાં લોહી ની લાલી.
- સંપ ત્યાં જંપ નહિતર ધરતીકંપ.
- કાયા ની માયા માંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો.
- સતી ખેદ હતી જોતી વદને વધતો જતો!
3. પ્રાસાનુંપ્રાસ અલંકાર (Prasanupras Alankar in Gujarati)
જ્યારે પંક્તિના મધ્યમાં પ્રાસ મળે ત્યારે 'પ્રાસાનુંપ્રાસ' અલંકાર બને છે.
આ અલંકાર ને 'આંતરપ્રાસ' તથા 'પ્રાસસાંકળી' અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉદાહરણ::
- વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો.
અહીં આપેલ પંક્તિ માં જેહ અને તેહ નો પ્રાસ પંક્તિ ની મધ્યમાં મળે છે. આથી તેને પ્રાસાનુંપ્રાસ અલંકાર કહે છે.
- મે સાદ કીધો, દીધો ના તે કાન.
- મારા કામણગારા કંથ, પંથ તારો ઉજાળીશ હું.
- મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ.
- આરે કાંઠે ગાતો, જાતો સામે તીર.
4. અંત્યાનુંપ્રાસ અલંકાર (Antyanupras Alankar in Gujarati)
જ્યારે પંકિતના અંતમાં પ્રાસ મળે ત્યારે 'અંત્યાનુપ્રાસ' અલંકાર બને છે.
ઉદાહરણ::
2. અર્થાલંકાર (Arthalankar in Gujarati)
વાકયમાં કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે.
શબ્દ ના અર્થ ના આધારે અલંકાર ની ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે.
અર્થાલંકાર ને સમજવા માટે ઉપમાન અને ઉપમેય ને સમજવું ખુબજ જરૂરી છે.
ઉપમેય એટલે... જેની (જે વસ્તુ કે પદાર્થની) સરખામણી કરવામાં આવી હોય તે...
ઉપમાન એટલે... જેની (જે વસ્તુ કે પદાર્થની) સાથે સરખામણી કરવામાં આવી હોય તે...
સાધારણ ધર્મ એટલે... બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઈ ખાસ ગુણોને...
ઉપમાવાચક શબ્દો એટલે... બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શબ્દોને... દા.ત... જેવું, જેમનું, તેમનું. સરખું, સમોડું, શી, તુલ્ય,પેઠે, માફક, સમાન વગેરે.
Gkbyishak.blogspot.com
અર્થાલંકાર ના 10 પ્રકારો છે.
1. | ઉપમા અલંકાર |
2. | ઉત્પ્રેક્ષા અલંકાર |
3. | રૂપક અલંકાર |
4. | વ્યતિરેક અલંકાર |
5. | અનન્વય અલંકાર |
6. | શ્ર્લેષ અલંકાર |
7. | વ્યાજસ્તુતિ અલંકાર |
8. | સજીવારોપણ અલંકાર |
9. | દૃષ્ટાંત અલંકાર |
10. | સ્વભાવોક્તિ અલંકાર |
![]() |
Alankar in Gujarati |
શબ્દાલંકાર | પરિભાષા |
---|---|
1. ઉપમા અલંકાર | જ્યારે ઉપમેય ની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે... |
2. ઉત્પ્રેક્ષા અલંકાર | જ્યારે ઉપમેય ઉપમાન હોય તેવી કલ્પના કે સંભાવના બતાવવામાં આવે ત્યારે... |
3. રૂપક અલંકાર | જ્યારે ઉપમેય અને ઉપમાન જુદા જુદા દર્શવાવા ના બદલે એક જ છે એમ બતાવવામાં આવે ત્યારે... |
4. વ્યતિરેક અલંકાર | જ્યારે ઉપમેય ને ઉપમાન કરતાં શ્રેષ્ઠ બતાવવામાં આવે ત્યારે... |
5. અનન્વય અલંકાર | જ્યારે ઉપમેય ને ઉપમેય જોડે જ સરખાવવામાં આવે ત્યારે... |
6. શ્લેષ અલંકાર | જ્યારે પંક્તિમાં કોઈ એક શબ્દ બે કે તેથી વધારે અર્થ ધરાવતો હોય ત્યારે… |
7. વ્યાજસ્તુતિ અલંકાર | જ્યારે પ્રશંસા ના બહાને નિંદા અથવા નિંદા ને બહાને પ્રશંસા કરવામાં આવે ત્યારે... |
8. સજીવતોપણ અલંકાર | જ્યારે નિર્જીવ વસ્તુ ને સજીવ હોય તેવું બતાવવામાં આવે ત્યારે... |
9. દૃષ્ટાંત અલંકાર | જ્યારે પ્રથમ વાક્ય ની સરખામણી બીજા વાક્ય સાથે કરવામાં આવે ત્યારે... |
10. સ્વભાવોક્તિ અલંકાર | વસ્તુ જેવી હોય તેવું વાસ્તવિક ચિત્રણ આપ્યું હોય ત્યારે... |
1. ઉપમા અલંકાર (Upama Alankar in Gujarati)
પરિભાષા::
ઉપમા અલંકાર સાદૃશ્ય અલંકાર છે. સાદૃશ્ય નો અર્થ છે સરખાપણું. ઉપમેય ની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે છે ત્યારે 'ઉપમા અલંકાર' બને છે.
સામાન્ય રીતે જેવું, સમું, સમોડું, સરખું, સરખું, સમાન, શી, તુલ્ય, પેઠે, માફક વગેરે શબ્દો વડે ઉપમા અલંકાર ને ઓળખી શકાય છે.
ઉદાહરણ::
1. દમયંતી નું મુખ ચંદ્ર જેવું સુંદર છે.અહીં ઉપમેય : દમયંતિ નું મુખ અને ઉપમાન : ચંદ્ર છે. સાધારણ ધર્મ : સુંદર છે.
2. દેવલના અક્ષર મોતીના દાણા જેવાં છે. (દેવલ- ઉપમેય અને મોતીના દાણા- ઉપમાન)3. ઝાકળ જેવું જીવી ગયી તું: હવે સ્મરણો ભીના.
6. પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.
2. ઉત્પ્રેક્ષા અલંકાર (Utpreksha Alankar in Gujarati)
ઉપમેય અને ઉપમાન ની સરખામણી કરવામાં આવે પરંતુ એમાં ઉપમેય એ ઉપમાન હોય તેવી કલ્પના કે સંભાવના બતાવવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
એ માટે જાણે, રાખે, શકે જેવાં શબ્દોં નો ઉપયોગ કરવામાં આવે છે.
ઉદાહરણ::
- દેવોના ધામના જેવુ હૈયું જાણે હિમાલય
અહી હૈયું, હિમાલય હોવાની સંભાવના કે કલ્પના કરવામાં આવી છે.
- હોડી જાણે આરબ ઘોડી.
- ગમે તે પંથની પહેરી જાણે પવન પાવડી.
- પ્રિયજનની પગલીઓ જાણે વન ફૂલ ની ઢગલીઓ.
- હૈયું જાણે હિમાલય.
- જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે જીવન પ્રીતિ નથી.
- સૃષ્ટિના વાળ જાણે રેશમની પટ્ટીઓ.
- દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂથીમાંથી જ મળેલા.
- મને જાણે રમવા માટે એક નવું રમકડું મળી ગયું.
- જ્યાં ત્યાં આવી વય બદલી સંતાપ જાણે પરીઓ.
- આખા જડબામાં જાણે દાઢ જ હોય તેમ જણાતું હતું.
- ખુદા જાણે તેમની પાસે આવી ઊભા રહ્યા.
- એ મારી સફળતા જાણે પોતાની સિદ્ધિ સમજતા.
3. રૂપક અલંકાર (Rupak Alankar in Gujarati)
ઉપમેય અને ઉપમાન જુદાં જુદાં દર્શાવવાના બદલે એક જ હોય (એકરૂપ હોય) તેમ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.
ઉદાહરણ::
- છકડો પાણી પંથો ઘોડો થયી ગયો.
અહીં છકડો ઉપમેય અને પાણીપંથો ઘોડો એ ઉપમાન છે. બંને ને સરખાવવાના બદલે અહીં એક જ છે એમ દર્શાવવામાં આવ્યું છે.
- અમે રે સૂકું રૂ નું પૂમડું, તમે અત્તર રંગીલા સરદાર
- રામ રમકડું જડિયું રાણાજી મને રામ રમકડું જડિયું
- ચર્ચા લોકશાહી નો પ્રાણ છે.
- પુત્રના અવસાન પછી મા શોક સાગરમાં ડૂબી ગઈ.
- મને કેળવણીની માયાજાળમાં ફસાવી દીધો.
- ફાગણના વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.
- પ્રકૃતિ ખુદ એક મહાન કવિતા છે.
- વૃક્ષ જીવતો જાગતો દેવ છે.
- મનુષ્ય લાગણીશીલ પ્રાણી છે.
- કેળવણી પામેલી સ્ત્રી રત્ન કદી પોતાનું તેજ ખોતું નથી.
4. વ્યતિરેક અલંકાર (Vyatirek Alankar in Gujarati)
વ્યતિરેક એટલે શ્રેષ્ઠતા. સામાન્ય રીતે ઉપમેય કરતાં ઉપમાન શ્રેષ્ઠ (ચડિયાતું) હોય છે. પરંતુ જ્યારે ઉપમેય ને ઉપમાન કરતાં શ્રેષ્ઠ દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.
ઉદાહરણ::
- વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડી નો મેઘ બારે માસ રે, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ.
અહીં વ્યોમ વાદળી ની વૃષ્ટિ કરતાં માતાના પ્રેમની મેઘ વૃષ્ટિ બારે માસ થતી હોય છે. એટલે મેઘ વૃષ્ટિ કરતાં માતાના પ્રેમની વૃષ્ટિ ને શ્રેષ્ઠ બતાવવામાં આવી છે.
- શુક્રાચાર્ય નામ તે મારુ, હું થી કાળ પામે બીક જે.
- રાજા સાગર જેવો ગંભીર છે.
- શિક્ષક એટલે બાપ કરતાં પણ વધારે.
- એની વાણી અમૃતથીયે મીઠી હતી.
- બાપુનું હદય ફૂલ કરતાં કોમળ હતું.
- હલકાં તો પારેવાની પાંખથીયે મોટા જી.
- દમયંતીના મુખ પાસે તો ચંદ્ર નિસ્તેજ લાગે છે.
- ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમની પ્રવાહ રે.
- એનું શરીર તો ફૂલથીય હલકું છે.
- સુદામાનો વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર?
- ગુલાબ લઉ? ના કપોલ તુજ રમ્ય એથી ઘણા.
5. અનન્વય અલંકાર (Ananvay Alankar in Gujarati)
ઉપમેય ને સરખામણી માટે યોગ્ય ઉપમાન ના મળતા ઉપમેય ની પોતાની સાથે જ સરખામણી કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.
ઉદાહરણ::
- મા તે મા
અહીં ઉયપમેય 'મા' ને અન્ય સાથે સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન ના મળતા પોતાની સાથેજ સરખામણી કરવામાં આવી છે.
- ક્ષત્રિય તે ક્ષત્રિય
- હિમાલય એટલે હિમાલય
- બ્રાહ્મણ તે બ્રાહ્મણ
- ગાંધીજી એટલે ગાંધીજી.
- મોતી એટલે મોતી.
- સાપ એટલે ચક્ષુ:શ્રવા.
6. શ્લેષ અલંકાર (Shlesh Alankar in Gujarati)
જ્યારે કોઈ એક જ પંક્તિમાં એક શબ્દ બે કે તેથી વધારે અર્થ ધરાવતો હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે.
ઉદાહરણ::
- થયા પૂરા બેહાલ, સુરત તું જ રડતી સુરત?
અહીં સુરત એટલે ચહેરો અને સુરત એટલે શહેર નું નામ
- જવાની તો જવાની છે.
- કેસરી સિંઘ, આંબા નીચે મરવા પડ્યા છે.
- પંકજ નામનો છોકરો છે.
- રવિ ને તડકો ન ગમે તો કોને ગમે?
7. વ્યાજસ્તુતિ અલંકાર (Vyajstuti Alankar in Gujarati)
પરિભાષા::
જ્યારે પ્રશંસા ના બહાને નિંદા અથવા નિંદા ને બહાને પ્રશંસા કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે.
ઉદાહરણ::
- તમે તો બહુ બહાદુર, ઉંદર જોઈને નાઠા !
- વેવાઈનું રૂપ જુઓ રે બાઈ ! કંદર્પ સરીખો લાગે રે.
- વાહ! તમે તો પાપડ તોડ પહેલવાન છો.
- શું તમારી હોંશિયારી ગુજરાતીમાં નપાસ થયા ?
- રમેશને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે.
8. સજીવારોપણ અલંકાર (Sajivaropan Alankar in Gujarati)
જ્યારે નિર્જીવ વસ્તુ ને સજીવ હોય તેવું બતાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે.
ઉદાહરણ::
- ઘડિયાળ ના કાંટા પર હાંફયા કરે સમય.
અહી ઘડિયાળ ના કાંટા ઉપર સમય હાફે છે એક કહી સમય જે નિર્જીવ છે તેમા ચેતના(સજીવ) નું આરોપણ કરવામાં આવ્યું છે.
અન્ય ઉદાહરણ::
- છકડો પાણી પંથો ઘોડો થયી ગયો.
- વૃક્ષો ઋતુઓ ની રાહ જોતાં રહે છે.
- રાતે સીમમાં તડકાએ રાત વાસો કર્યો છે.
- મને લાગ્યું ચાંદો ધીમે ધીમે ચાલી રહ્યો છે.
- સડક પડખું ભરીને સૂઈ ગઈ હોય.
- નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.
- પવન પાંદડાં જોડે ગમ્મત કરે છે.
- રાતે તડકાએ સીમમાં રાતવાસો કર્યો.
- ઋતુઓ વૃક્ષોને વહાલ કરતાં થાકતી નથી.
9. દૃષ્ટાંત અલંકાર (Drishtant Alankar in Gujarati)
જ્યારે પ્રથમ વાક્ય ની સરખામણી બીજા વાક્ય સાથે કરવામાં આવે ત્યારે દૃષ્ટાંત અલંકાર બને છે.
ઉદાહરણ::
વસંત ના વાયુ વાય,
ફળે ને સહકાર નમે,
તેમ તેમ તમારી ડાળે નમતી;
સન્માનથી સર્વત્ર તમે વિનયી થયા.
વાસંતી વાયરા વાતા આંબા ફળતા જેમ ફળથી વૃક્ષો નમે છે તેમ સંસાર ના કાર્યોમા સિદ્ધિ મળતા સારી વ્યક્તિ સન્માનથી સર્વત્ર વિનયી બને છે.
અન્ય ઉદાહરણ
- ઊંચી નીચી ફર્યા કરે જીવન ની ઘટમાળ,
ભરતી એની ઓટ છે, ઓટ પચ્ચી જુવાળ. - પીળાં પર્ણો ફરી નથી થતાં કોઈ કાળે જ લીલા,
ભાંગ્યાં હૈયા ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં.
10. સ્વભાવોક્તિ અલંકાર (Swabhavokti Alankar in Gujarati)
જ્યારે વસ્તુ જેવી હોય તેવું વાસ્તવિક ચિત્ર આપ્યુ હોય ત્યારે તે અલંકાર ને સ્વભાવોક્તિ અલંકાર કહે છે .
સ્વભાવોક્તિ એટલે જેવુ હોય તેવું જ
ઉદાહરણ::
ઊંચે બધા શિખર શ્વેત જણાય,
નીચે નદી વહનમાં તરુઓ તણાય.
અહીં અમે અલંકાર (Alankar in Gujarati) વિશે જાણકારી આપી છે. જેમાં ઉદાહરણ સાથેની સમજૂતી પણ છે. અલંકાર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો.
My blog
0 Comments